Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સુરતમાં જુગારધામ ઉપર દરોડોઃ પોલીસથી ગભરાઇને ભાગવા જતા બીજા શખ્‍સ ઉપર પડ્યો

ફોટોઃ સુરત જુગારી ત્રીજા ફ્લોરથી કુદકો માર્યો

સુરતઃ સુરતમાં અેક વિચિત્ર દુર્ઘટના સર્જાતા ભારે ચર્ચા જાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમરોલી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ આજે સાંજે મળેલી બાતમીને આધારે અમરોલી ગામમાં આવેલી હેમ રેસિડેન્સીમાં દરોડા પાડવા ગયો હતો. અહીં ત્રીજા માળે ફ્લેટમાં જુગાર રમાઇ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસ ત્રીજા માળે પહોંચી તો ફ્લેટનો દરવાજો બહારથી લોક હતો, જેથી એક પોલીસ કર્મી બારી વાટે ફલેટમાં ઘૂસતા જુગારીઓ રંગેહાથ પકડાયા હતા અને હોહા મચી ગઇ હતી.

જુગારીઓ ગભરાઈ ગયા હતા, જે પૈકી એક પપ્પી નામનો જુગારી યુવક ડરી જતા ત્રીજા માળેથી કૂદી પડયો હતો. ત્રીજા માળેથી ઝંપલાવનાર પપ્પી નીચે કલરકામ કરી રહેલા યુવક પર પડયો હતો, જેને કારણે બંને પડયા હતા, જેને પગલે અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ નીચે સ્થળ પર જતા લોકોએ પોલીસને ઘેરી લીધી હતી. જોકે, વાત વધુ વણસે તે પહેલાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

બબાલ વચ્ચે જુગાર રમાડતા ઝડપાયેલો ક્રિષ્ણા મહારાજ ભાગી છૂટયો હતો. કલરકામ કરતા ઇમરાન નામના યુવકને ગંભીર ઇજા થઇ હતી. બંનેને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે.

(5:21 pm IST)