Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ફીફ્ટી-ફીફ્ટીઃ ખેડામાં ભાજપનો ભગવોઃ બનાસકાંઠામાં કોંગ્રેસનો પંજો વિજેતા

બનાસકાંઠાઃ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનો ફીફ્ટી-ફીફ્ટી વિજય થયો છે. નગરપાલિકામાં 75 માંથી 47 નગરપાલિકા માં bjp ની જીત થઈ છે તો આજે આવી રહેલા પરિણામો મુજબ 5 જિલ્લા પંચાયતમાંથી 3 જિલ્લા પંચાયતમાં જીત મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસને ચાબખા મારતા કહ્યું હતું કે ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં બેઠક નથી મેળવી શકી તેવા કોંગ્રેસના દાવા પોકળ સાબિત થયા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપની સીટો ઓછી આવી છે તેવી કોંગ્રેસની વાતો ખોટી સાબિત થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે 5 જિલ્લા પંચાયતમાંથી 3 જીત્યા છીએ પહેલા 2 હતી અને હવે 1 નો વધારો થયો છે તો તાલુકા પંચાયત ભાજપ પાસે પહેલા 10 હતી, આજે જે રિઝલ્ટ આવ્યું તેમાં 19 જીત્યા છીએ અને 9 નો વધારો થયો છે

ખેડાની બેઠકોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી માં કુલ 44 સીટ માંથી 28 માં ભાજપનો વિજય અને 16 માં કોંગ્રેસનો વિજય થયો છે.

અન્ય બેઠકોના પરિણામો જોઇએ તો ગાંધીનગર તાલુકા પંચાયતની 3૬ બેઠકો પૈકી 22 બેઠકોમાંંથી કોંગ્રેસ 12, ભાજપ 8 અને અપક્ષ 2 બેઠક મળી છે તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પંચાય મા 30 બેઠકો માંથી 21 કોગ્રેસ, 8 ભાજપ,1 અપક્ષને મળી છે. તો બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 35,બીજેપી 29 બેઠક મળી છે કોંગ્રેસને મલતી બહુમતી જોતા લાગે છે કે અહીં કોંગ્રેસને સતા મળી શકે છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના વાવમાંથી કોંગ્રેસના જ ગેનીબહેન ઠાકોર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બનાસકાંઠામાં પહેલા ભાજપ પાસે સત્તા હતી.

જયારે અરવલ્લીના મેઘરજ કુણોલ તા.પંની પેટા ચૂંટણીમાં ભાજપના નરેશ ડામોર ૧૦૯ મતથી વિજયી થયા છે અગાઉના સદસ્યનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક આંચકી લીધી છે.

(8:29 pm IST)