Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

બે ધારાસભ્યોએ ફોનથી ગૃહની કાર્યવાહીનું શૂટીંગ કરતા ઠપકો

ગાંધીનગર, તા. ૨૩ :. આજે વિધાનસભામાં ગઈકાલે બે ધારાસભ્યો દ્વારા વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવતા અધ્યક્ષને ફરીયાદ મળી હતી. આ ફરીયાદના આધારે આજે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, બે દિવસ પહેલા ગૃહના કોઈ પણ સભ્યએ વિડીયો રેકોર્ડીંગ કરવુ નહિ. આમ છતા બે ધારાસભ્યોએ રેકોર્ડીંગ કરતા હતા તે બે સભ્યોને કડક ભાષામાં રેકોર્ડીંગ ન કરવા તાકીદ કરી હતી.

વિપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, આ બે સભ્યો પ્રથમ વખત આવ્યા છે અને આજે અધ્યક્ષને મળી માફી માંગશે અને ભવિષ્યમાં આવી કાળજી લેવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

(3:30 pm IST)