Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

બાવળામાં લોહાણા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરમાં ૬૫ બોટલ રક્ત એકત્રિત કરાયુ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : બાવળામાં લોહાણા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરમાં ૬૫ બોટલ રક્ત એકત્રિત કરાયુ હતું.ગૌરક્ષક ધર્મરક્ષક વીર દાદા જશરાજજીની ૯૬૪મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી લોહાણા મિત્ર મંડળ, બાવળા દ્વારા જસરાજ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી અને અમદાવાદ રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં 65 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું.

(5:20 pm IST)