Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સાગબારા તાલુકાના ધોડાદેવી ગામથી મો.સા.ની ચોરી થતા અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઘોડાદેવી ગામમાં મુકેલી મો.સા.ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર ધોડાદેવી ગામે ઇશરામ કાશીરામ તડવીના ઘર પાસે મુકેલી વિજયભાઇ દેવરામભાઇ ધાણકા (રહે.સાગબારા ગાયત્રીનગર )ની કાળા કલરની હીરો હોંડા પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર GJ -22 - E - 3633 જેની આશરે કિં.રૂ .૧૫,૦૦૦ની કોઈ અજાણ્યા ચોરે ચોરી કરતા વિજયભાઈએ આ બાબતે સાગબારા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:42 pm IST)