Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અકસ્માત અટકાવવા પારડી પોલીસનો હાઇવે પર દિશા ચિન્હોનો નવો પ્રયોગ : જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાનું માર્ગદર્શન

પારડી પીએસઆઇ બી.એન. ગોહિલે ભારે વાહનોને પ્રથમ ટ્રેકમાં ચાલતા અટકાવવા માટે રોડ પર ચિત્ર દોરાવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાએ હાઇવે પર થતા અકસ્માતો અટકાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. તેમના દ્વારા ફસ્ટ લેનમાં ચાલતા ભારે વાહનોને અટકાવવા તેમની સામે કાયદાકિય પગલાં ભરવાની કવાયત જિલ્લામાં હાથ ધરાવી છે. ત્યારે આ દરમિયાન પારડી પોલીસે હાઇવે પર અનોખુ ચિત્રણ કરી ટ્રક ચાલકોને દિશા બતાવવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે હાઇવે પર ફસ્ટ લેન પર કારનું ચિત્ર, બીજી લેન પર મોટા વાહનોનું ચિત્ર દોરાવ્યું છે. આ ચિત્ર જોઇ ટ્રક કે ટેમ્પો જેવા મોટા વાહન ચાલકો ફસ્ટ લેન પર ન ચાલે એવું સૂચન કરાયું છે. આ ચિત્ર ઓવરબ્રિજ પર દોરાયા છે. જેના કારણે તેને સ્પષ્ટ જોઇ શકાય છે અને ઓવરબ્રિજ ચઢતી વેળા ટ્રક ચાલકો આ વાતનું ખાસ ધ્યાન રાખી શકે. તેમનો આ પ્રયાસ ખરેખર સરાહનીય લાગી રહ્યો છે

(7:43 pm IST)