Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ABVP દ્વારા વિરમગામ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

માલ્યાર્પણ કરી સુભાષચંદ્ર બોઝના વ્યક્તિત્વ વિશે ઉદબોધન આપવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અખિલ ભારતીય વિદ્યાર્થ પરિષદ દ્વારા વિરમગામ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરવામાંઆવી હતી. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની તસવીર પર માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું અને સુભાષચંદ્ર બોઝના વ્યક્તિત્વ વિશે ઉદબોધન આપવામાં આવ્યુ હતુ.

 અત્રે ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત. તેમ અખિલ ભારતીય વિદ્યાર્થ પરિષદ વિરમગામ નગર મંત્રી ચામુંડાસિંહ પવારે જણાવ્યું હતું.

(7:32 pm IST)