Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વિરમગામ તાલુકાના કુમરખાણ અને કરકથલ ખાતે કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી

ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :દુનિયાના દેશોની નજર ભારતના રસીકરણ કાર્યક્રમ પર મંડાયેલી છે ત્યારે કોરોના સામે રક્ષણ આપતા કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાન અને પ્રાથમિક શાળા કરકથલ ખાતે સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

 વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાન ખાતે 51 અને પ્રાથમિક શાળા કરકથલ ખાતે 102 કોરોના વોરીયર્સે વેક્સીન લીધી હતી અને કોઇ પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઇ નથી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના ડૉ.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, મેડીકલ ઓફીસર ડો.રાકેશ ભાવસાર, ડૉ.અજય વસાણી, ડો.પ્રણીકા મોદી, ડો.નિતીન સોલંકી, ડૉ.ફાલ્ગુની અસારી, દિપાલી મુખીયાજી સહીતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે.

(7:31 pm IST)