Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાજપીપળા નજીકના માંડણ ગામ પાસેથી ૪,૮૫ લાખના દારૂના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી LCB નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા એ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે એ.એમ.પટેલ, પો.ઇન્સ.એલ.સી. બી.દ્વારા એલ.સી બી.સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા જણાવતા બાતમી મળેલ કે એક ભુરા કલરની બલેનો ફોર વ્હીલર ગાડી નં.GJ - 16 - CN 8342માં વિદેશી દારૂ ભરી ડેડીયાપાડા રોડ તરફથી રાજપીપળા તરફ આવવા નિકળેલ છે જે બાતમી આધારે આ વાહનની વોચમાં રહી ખુટાઆંબા બસ સ્ટેશન પાસે આ ગાડીની વોચમાં ઉભા હતા દરમ્યાન બાતમીવાળી બલેનો ગાડી મોવી તરફથી આવતા તેને ઉભી રાખવાનો હાથથી ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં અને રાજપીપળા તરફ ભાગવા લાગેલ જેથી તેનો પીછો કરતા તે ગાડી માંડણ ગામમાં જવાના રસ્તા પાસે પકડી ગાડીની તપાસ કરતા ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ -૭૦૪ કિ.રૂ. ૭૦,૪૦૦ તથા મોબાઇલ નંગ -૪ કિ.રૂ. ૧૫,૫૦૦ તથા બલેનો ફોરવ્હીલ ગાડી -૧ કિ.રૂ. ૪,૮૫, ૯૦૦ ના મુદ્દામાલ સાથે પ્રતિકભાઇ મહેશભાઈ પટેલ( ઉ.વ .૨૯ ) ( હાલ રહે.નેત્રંગ જીન બજાર રમેશભાઇ પટેલના મકાનમાં તા.નેત્રંગ જી.ભરૂચ મુળ રહે.ગવાડા પટેલ ફળીયુ તા. વીજાપુર જી.મહેસાણા )તથા કિરણ ભાઇ ઇશ્વરભાઇ વસાવા (ઉ.વ.૨૪ ) ( રહે.માંડણ તા.નાંદોદ જી. નર્મદા ) ને મુદ્દામાલ સાથે ઝડપી પુછપરછ દરમ્યાન રમેશ ભાઇ (રહે.પીપલખુંટા તા.અકકલકુવા જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર ),જગદીશભાઇ પાંચીયા ભાઇ વસાવા( રહે.કુટીલપાડા )જયદીપભાઇ જગદીશભાઇ વસાવા( રહે.માડણ), સુરેશભાઇ ઇશ્વરભાઇ વસાવા (રહે.માંડણ) તથા સુરેશભાઇ વસાવા (રહે.ઝરણા તા.નેત્રંગ જી.ભરૂચ) ને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢી રાજપીપળા પો.સ્ટેમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(1:01 am IST)