Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સોલાર રૂફ ટોપના કસ્ટમરોનો આંક દેશમાં ૨૭ હજારથી વધુ

સૌર ઉર્જા માટે પ્રતિજ્ઞાબધ્ધતા વ્યકત કરાઇ : મકાનની છત પર સોલાર રૂફ ટોપ લગાવવાથી દર વર્ષે પ્રતિ પાંચ કિલો વોટે ૫૦,૦૦૦ સુધી બચત થઇ શકે છે

અમદાવાદ, તા. ૨૩ : ભારતની સૌથી મોટી અને ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા સોલાર પાવરે સૌર અભિયાન માટેની પોતાની પ્રતિજ્ઞા લોન્ચ કરી હતી અને તે અંતર્ગત ઇંપ્લેજ પોર સોલાર અભિયાન હેઠળ ગ્રાહકોને તેમના મકાનની છત પર સોલાર રૂફટોપ સોલ્યુશન્સ લગાવી અગણિત પ્રમાણમાં ઉપલબ્ધ કુદરતી સંસાધનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ શરૂ કરાયો છે. ટાટા પાવર સોલાર દ્વારા દેશભરમાં સોલાર રૂફ ટોપના ગ્રાહકનો આંક ૨૭ હજારથી વધુને આંબી ગયો છે. ટાટા પાવર સોલારની આ નોંધપાત્ર પહેલ, ગ્રાહકોને તેમની ઉર્જાની જરૂરિયાતો માટે સાતત્યપૂર્ણ સંસાધનો અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. મકાનની છત પર સોલાર રૂફ ટોપ લગાવવાથી દર વર્ષે પ્રતિ પાંચ કિલો વોટે  ૫૦,૦૦૦ સુધીની બચત ગ્રાહકોને થાય છે, તેથી તે લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું છે.

            સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગ જગતના મહાનુભવોની ઉપસ્થિતિ વચ્ચે ઈંપ્લેજ ફોર સોલાર (સૌર ઉર્જા અપનાવવા માટેની પ્રતિજ્ઞા) અભિયાનને જીઆઈડીસીના અધ્યક્ષ શ્રી હર્ષદ મહેતાએ લીલીઝંડી દર્શાવી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન દેશના ૬૦ શહેરોમાં સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે અને આગામી મહિનાઓમાં વધુ ૪૦ શહેરોને તેમાં આવરી લેવાશે, જેનો મુખ્ય હેતુ સૌર ઉર્જાને પ્રોત્સાહિત કરવાનો છે, કેમકે તેને લગાવવાથી લગાવવાથી દર વર્ષે પ્રતિ પાંચ કિલો વોટે રૂ. ૫૦,૦૦૦ સુધીની બચત થવાની શક્યતા છે. લોકોને આ અભિયાનની સાથે સાંકળવા માટે ટાટા પાવર સોલાર વિવિધ માર્કેટિંગ વેન એક્ટિવેશનનું આયોજન કરી લોકોને સૌર ઉર્જા અપનાવવાના ફાયદા વિશે જાગૃત કરી રહ્યું છે. પુનઃપ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)ના મહત્વ અંગે લોકોમાં જાગરુકતા કેળવી ઈંપ્લેજ ફોર સોલાર દેશના લોકોને સૌર ઉર્જાના વપરાશ તરફ વળવા પ્રોત્સાહિત કરવાનો ધ્યેય ધરાવે છે. આ અભિયાન, શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, વૈશ્વિક કક્ષાના કસ્ટમાઈઝ્ડ સોલ્યુશન્સ તથા વ્યાપક સર્વિસ સહાય ઉપલબ્ધ બનાવવા દ્વારા ગ્રાહકો સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવાની ટાટા પાવર સોલારની નિપુણતાનું પ્રમાણ છે, જે ગ્રાહકોના સંતોષમાં વધારો કરવામાં મદદરૂપ બન્યું છે.
                  કાર્બનના પ્રસારમાં ઘટાડાની સમર્થક ટાટા પાવર સોલારના ઘરેલુ રૂફટોપ સોલ્યુશનથી ડીઝલ જનરેટર્સનો ઉપયોગ ઘટ્યો હોવાથી ઈંધણની બચતમાં વધારો થયો છે. કંપની દેશભરમાં ૧૫૦થી વધુ સેલ્સ અને સર્વિસ ચેનલ પાર્ટનર્સ ધરાવે છે, જે તેના મૂલ્યવાન ગ્રાહકોને ધિરાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ બનાવે છે. આ પ્રસંગે બોલતાં ટાટા પાવરના એમડી અને સીઈઓ શ્રી પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે, ઈંપ્લેજ ફોર સોલાર નામનું આ નવું અભિયાન ગ્રાહકોને સ્વચ્છ અને વધુ હરિત ઉર્જા ઉકેલો અપનાવવા પ્રેરણા પૂરી પાડશે. દેશભરમાં અમારા ગ્રાહકોને સરળ અને કિફાયતી વીજ ઉત્પાદન માટે સોલાર રૂફટોપ ઉપલબ્ધ બનાવીને અમે આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ.

           અમે ગુજરાતના લોકોને આ સેવાનો સંપૂર્ણ લાભ લેવા વિનંતી કરીએ છીએ આ પ્રસંગે બોલતાં ટાટા પાવર સોલારના એમડી અને સીઈઓ તથા ટાટા પાવર (રિન્યુએબલ્સ)ના અધ્યક્ષ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, ઈંપ્લેજ ફોર સોલાર અભિયાનના આ નવા તબક્કા સાથે અમે અમારા ઘરેલું ગ્રાહકોને સોલાર રૂફટોપના વ્યાપારિક લાભો ઉપરાંત ગુણવત્તાને લગતાં પાસાંઓથી માહિતગાર કરવાનો હેતુ ધરાવીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી આ પહેલ અને અમારા કિફાયતી રૂફટોપ સોલ્યુશન્સની મદદથી ગ્રાહકો ઉર્જાની વધુ બચત કરી તેની પર થતાં ખર્ચને ઘટાડી શકશે. આ ઉપરાંત તેનાથી દેશમાં પ્રથમ ક્રમની રૂફટોપ કંપની તરીકેનું ટાટા પાવર સોલારનું સ્થાન જાળવી રાખવામાં પણ મદદ મળશે.

(9:48 pm IST)