Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વિરમગામ ખાતે પુરવઠા મામલતદાર દ્વારા દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગાયત્રી મંદિર ખાતે દિવ્યાંગોને વિરમગામ પુરવઠા મામલતદાર જી એમ ગોહીલ દ્વારા અંત્યોદય કાર્ડ અપાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ સેવાસદન રોડ પર આવેલ ગાયત્રી મંદિર ખાતે 23 જાન્યુઆરી ગુરૂવારના રોજ વિરમગામ શહેરના 71 દિવ્યાંગોને વિરમગામ પુરવઠા મામલતદાર જી એમ ગોહીલ દ્વારા અંત્યોદય કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

  આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ હરિવંશ શુકલ, ટાઉન ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ મહેશ પટેલ, સામાજિક કાર્યકર બીરજુ ગુપ્તા, દિવ્યાંગ તેમજ સામાજિક કાર્યકર હિતેશભાઈ દરબાર, દિલીપભાઈ મહેતા, પૂર્વ પુરવઠા મામલતદાર હરિઓમભાઈ જાની, દશરથભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પુરવઠા અધિકારીના સહયોગથી પુરવઠા મામલતદાર જી એમ ગોહીલ દ્વારા 71 અંત્યોદય કાર્ડ આપવામાં આવ્યા હતા

  . દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ દર માસે ૨૫ કિલો ઘઉં,10 કિલો ચોખા , 300 ગ્રામ ખાંડ, કેરોસીન સહિત ગંભીર બિમારીઓમાં સરકાર તરફથી મફત સારવાર આપવામાં આવે છે. સામાજિક કાર્યકર હિતેશભાઈ દરબાર, દિલીપભાઈ મહેતા એ દરેક વિકલાંગોના ઘરે ઘરે ફરી ડોક્યુમેન્ટ્સ ફોર્મ ભેગા કરી પુરવઠા મામલતદારને પહોંચાડ્યા હતા. આ પ્રસંગે સ્ટેજ પર ઉપસ્થિત પુરવઠા મામલતદાર સહિતનાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

(7:12 pm IST)