Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ધુવારણ નજીક અગાઉ બે બાઈક સામસામે અથડાતા ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત: કાકા-ભત્રીજાની હાલત ગંભીરથતા સારવાર અર્થે ખસેડાયા: પોલીસ ફરિયાદ

ધુવારણ: પાસે પાંચેક દિવસ પહેલા બે બાઈકો ભટકાતા ચારને ઈજાઓ થવા પામી હતી જેમાં કાકા-ભત્રીજીને ગંભીર ઈજાઓ થતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રણછોડસિંહ માધવસિંહ સિંઘા ગત૧૯મી તારીખના રોજ ખડોધી ગામે સામાજીક કામે જવાનું હોય પોતાની પુત્રી હેતલ (ઉ. વ. ૭)તેમજ ભાઈ રૂપસિંહને બાઈક નંબર એમપી-૦૯, એનઆર-૭૦૯૯ ઉપર બેસાડીને જવા નીકળ્યા હતા. બપોરના એક વાગ્યાના સુમારે હરિકૃષ્ણ કાપડની દુકાન આગળથી પસાર થતા હતા ત્યારે આગળ જતા બાઈક નંબર જીજે-૨૩, એએ-૬૯૨૮ના ચાલકે એકદમ જ જમણી બાજુ ટર્ન લેતાં બન્ને બાઈકો અથડાયા હતા જેમાં ચારેયને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.

(5:19 pm IST)