Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સોજીત્રા નજીક 6.80 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આણંદના એક શખ્સને 1 વર્ષની સજાની સુનવણી કરી

સોજીત્રા: ખાતે રહેતા ફરિયાદી તૌસીફભાઈ યાસીનભાઈ વહોરા માહી મોબાઈલના નામે ધંધો કરે છે. આણંદ ખાતે રહેતા મેમણ અબ્દુલસમદ મોહંમદ સલીમની આણંદના રેલવે સ્ટેશન સામે ઓલફોન્સ મોબાઈલના નામે દુકાન આવેલી છે. અબ્દુલસમદ માહી મોબાઈલમાંથી મોબાઈલો લઈ જઈને વેચતા હતા.

જે અનુસંધાને અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોનો વેચવા માટે આપ્યા હતા. જેના કુલ ૬.૮૦ લાખ રૂપિયા બાકી નીકળતાં હોય તૌસીફભાઈએ માંગણી કરી હતી. પરંતુ પૈસા આપ્યા નહોતા. જેથી વારેઘડીએ ઉઘરાણી કરતાં ૬.૮૦ લાખનો ચેક તારીખ ૪-૧-૧૯ના રોજનો આપ્યો હતો. જે ચેક ખાતામાં ભરતા અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો. તૌસીફભાઈએ પોતાના વકિલ મારફતે જરૂરી કાનૂની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આણંદની અદાલતમાં ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ પાંચમા ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ વી. બી. બારોટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત વકીલની દલિલો તેમજ રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને જજે મેમણ અબ્દુલસમદ મોહંમદ સલીમને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ ૬.૮૦ લાખ વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજ સાથે ચેક રીટર્ન થયાથી તારીખ ૮-૧-૧૯ સુધી ચૂકવી આપવા, તેમજ ખર્ચની પાંચ હજારની રકમ પણ ચૂકવવી. જો ના ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આરોપી સજાના હુકમ સમયે કોર્ટમાં હાજર ના હોય સજાની અમલવારી માટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતુ.

 

(5:18 pm IST)