Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

મહેસાણા: ભૂગર્ભ ગટરની સાફસફાઇમાં ટેન્ડર પ્રક્રિયામાં છેતરપિંડી આચરનાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાનો નિણર્ય

મહેસાણા:નગર પાલીકાની કારોબારી સમિતિની બેઠક આગામી ૨૪ જાન્યુઆરીના રોજ મળનાર છે. જેમાં ભુર્ગભ ગટરની સાફસફાઇ અને પમ્પીંગ સ્ટેશન મેન્ટેનન્સની કામગીરી માટે કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં ખોટું સોગંદનામુ રજુ કરી છેતરપીંડી કરનાર એજન્સીને બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવનાર છે. ઉપરાંત આ બેન્કમાં વસ્તી ગણતરી, સફાઇ કામદારોના પ્રશ્નો, આકારણી, સિટીબસસેવા , શહેરમાં વાહનપાર્કિંગ સહિતની ૧૮ દરખાસ્તો સામેલ કરવામાં આવેલ છે. મહેસાણા નગરપાલિકાના સંભાખંડમાં કારોબારી સમિતિની બેઠક તેના ચેરમેન નવીન પટેલની અધ્યક્ષતામાં મળશે. આ બેન્કના એજન્ડામાં નગરપાલીકાની ટાઉનપ્લાનિંગ શાખા, સીટી બસ શાખા, ઓએસ શાખા, સેનેટરી શાખા, ભૂર્ગભ ગટર શાખા, વેરાશાળા સહિતની વહિવટી શાખાઓની ૧૯ દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિશેષ કરીને પાર્કીંગ પોલીસી , શહેરમાં દબાણો દુર કરી ખુલ્લી કરાયેલ જમીનમાં ફુટપાથ કે રોડ બનાવવા માટે ખર્ચ તેમજ વેરાશાળાની નોટીસો અને માંગણાબીલનું વિતરણ કરવા કુટીયર ખર્ચ મંજુર કરવા , વાસ્તી ગણતરી કરવા માટેનો ખર્ચ મજુર કરવા, પાલીકામાં અન્વ કામગીરી કરતા ૬૮સફાઇ કામદારોને સફાઇની કામગીરી કરાવવામાં આવે તે નિર્ણય કરવા સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(5:17 pm IST)