Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

નડિયાદ તાલુકાના વલેટવા નજીક બે અજાણ્યા શખ્સોએ બાઈક અથડાવી સોની પિતા-પુત્રના હાથમાંથી થેલાની લૂંટ કરી રફુચક્કર

નડિયાદ: તાલુકાના વલેટવા ગામે બે અજાણ્યા ઇસમોએ  સાઘન અથડાવી હજારો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલેટવા  વેદાંત સોસાયટીના મેઇનગેટ પાસે બે અજાણ્યા ઇસમો પોતાના એક્ટિવા લઇને આવ્યા હતા.તે સમયે નટુભાઇ સોની અને ધવલ નટુભાઇ સોની મોટર સાયકલ પર આવતા હતા.તે સમયે એક્ટિવા પર આવેલ બે અજાણ્યા ઇસમોએ એક્ટિવાને મોટર સાયકલ સાથે અથડાવી મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓને પાડી દીધા હતા.આ બાદ એક અજાણ્યા ઇસમે લાકડાનો ડંડો મારી  ઘવલ પાસે રહેલ મરૂન કલરનો થેલો લઇ ફરાર થઇ ગયા હતા.જે થેલામાં સોના-ચાંદીના દાગીના રૂા.૫૦,૦૦૦ ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે ઘવલ નટુભાઇ સોની રહે,વલેટવા વેદાંત સોસાયટીએ વસો પોલીસ મથકે અજાણ્યા બે ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:16 pm IST)