Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દીવ - દમણ અને દાદરા - નગર હવેલીની રાજધાની બની દમણ : મોદી કેબીનેટના મહત્વના નિર્ણય

વાપી તા.૨૩ : વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કેબિનેટમાં ગઇકાલની બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની રાજધાની તરીકે દમણની જાહેરાત કરાઇ છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિલયના પ્રસ્તાવ બિલ ઉપર લોક સભા અને રાજ્યસભામાં ચર્ચા બાદ અવુમોદન મળ્યું હતું. અને ત્યારબાદ રાષ્ટ્રપતિ શ્રી એ પણ વિલીનીકરણ ઉપર મંજુરીની મોહર મારી હતી.

આગામી તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારના રોજ દીવ દમણ અને દાદરાનગર હવેલીનું વિધિવત વિલીનીકરણ થશે. એટલેકે રવિવારથી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને નગર હવેલી અને દમણ અને દીવ તરીકે અસિતત્વમાં આવી રહયા છે. જેમાં રાજધાની તરીકે દમણની પસંદગી કરાઇ છે.

આ અગાઉ જમ્મુ - કાશ્મીર અને લદાકની રચના બાદ દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા ૯ થઇ હતી. અને હવે ઉપરોકત વિલય  બાદ દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશની વધુ એક સંખ્યા ઘટીને ૮ થઇ જશે.

મોદી કેબિનેટમાં આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મંડળે જીએસટી વેટ તથા સ્ટેટ એકસાઇઝ ડયુટીના અધિનિયમો અને વિનીમયોમાં સુધારા તેના વિસ્તરણ અને રદ કરવાની મંજુરી પણ આપી છે.

(3:27 pm IST)