Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કેવું યોગાનુંયોગઃ મહિલા અધિકારીના સુપરવિઝનમાં જ ઉચ્ચ મહિલા અધિકારી લાંચના છટકામાં ઝડપાયા

૧પ હજારની લાંચમાં ઝડપાયેલા વડોદરાના 'વેટ' મહિલા અધિકારી પ્રીતીબેન વિસપુતેના ચકચારી મામલાની જાણવા જેવી કથા : ૧૨ થી ૧૩ લાખ જેટલો દંડ ભરવા સાથે ૮૦ હજાર અલગથી ભરવાની ચિમકી દવાના વેપારીને આપી હતી

રાજકોટ, તા., ર૩: વેટની રકમ નિયમઅનુસાર ન ભરી હોવા તથા એન્ટ્રી ખોટી કરી હોવાનું જણાવી એસીબી સમક્ષ ફરિયાદ કરનાર  ફરીયાદીને નોટીસ આપી પેનલ્ટી સહિત ૧ર થી ૧પ લાખ ભરવા પડશે તેવું જણાવી રૂ. ૧પ હજારની લાંચની માંગણી થયાની ફરીયાદ આધારે એસીબીના વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રીમતી બી.જે. પંડયાના સુપરવિઝન હેઠળ વડોદરા ગ્રામ્ય એસીબીના પી.આઇ. કે.વી. લાકોડ દ્વારા ગોઠવાયેલ છટકામાં આરોપી મહિલા વેટ અધિકારી પ્રિતીબેન ચેતનભાઇ વિસપુતે સ્થળ ઉપર જ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

આરોપી મહિલા અધિકારી દ્વારા ફરીયાદીને ૩ થી ૪ માસ અગાઉ નોટીસ પણ આપવામાં આવી હતી. આરોપી મહિલા અધિકારી દ્વારા  ફરીયાદીને તમારા બીલો ઇન્વોઇસમાં હોવા છતાં તમે રીટેલ બીલ બનાવેલ છે તે માટે તમારે   ૧ર થી ૧૩ લાખની પેનલ્ટી સાથે એકજ ચલણથી બે વાર ભુલથી એન્ટ્રી થયેલ છે તેના અલગથી ૮૦ હજાર ભરવા પડશે  તેમ જણાવી આ ટેકસ શકય તેટલો ઓછો કરી એસેસમેન્ટ ઓર્ડર આપવા ઓફર કરેલ. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીમાં ફરીયાદ કરતા જ છટકુ ગોઠવાયું હતુ.

અત્રે યાદ રહે કે મહિલા અધિકારીઓ પણ લાંચ લેવામાં લાંચીયા પુરૂષ અધિકારીઓની સમોવડી બનવા માંગતી હોય તેમ એસીબીમાં ઘણા સમયથી કલાસ-૧ અને ર સહીતના મહિલા અધિકારીઓ ઝડપાયા છે.

(12:10 pm IST)