Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સુરત : સ્મશાનમાંથી બે માસની માસુમ બાળકીનો મૃતદેહ ગાયબ : પરિવારજનોએ દૂધ પીતી કરી હોવાની આશંકા

કોઈ જાનવર મૃતદેહ ખસેડી ગયાનું ટ્ર્સ્ટીઓનું રટણ : કબર પર બાળકીના કપડાં મળ્યા

સુરતમાં બે મહિનાની બાળકીનો મૃતદેહ સ્મશાનમાંથી ગાયબ થતા ચકચાર જાગી છે  બાળકીને પરિવારજનો દ્વારા દૂધ પીતી કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

 

 સુરતના લિંબાયતમાં બાળકીનો મૃતદેહ સ્મશાનમાંથી ગાયબ થઇ જવાની ઘટના બની છે. આ અંગે સ્મશાનના ટ્રસ્ટીનું તો એક જ રટણ કોઇ જાનવર મૃતદેહ ખસેડી ગયો હોઈ શકે. ત્રણ દિવસ પહેલા 2 માસની મૃતક બાળકીને દફનાવવામાં આવી હતી. તેમની કબર પર બાળકીને કપડાં પડ્યાં હતા.

 કબર બહાર કપડાં મળી આવતા દૂધ પીતી કર્યાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહ કબરમાંથી ગાયબ થઇ જતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહ્યું છે કે, પરિવારે જ બાળકીને હત્યા કરીને તેને દફનાવી દીધી હોય. બાળકીને દૂધ પીતી કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. ત્રણ દિવસ પહેલા 2 માસની મૃતક બાળકીને દફનાવવામાં આવી હતી. તેમની કબર પર બાળકીના કપડાં પડ્યાં હતા.

(11:35 am IST)