Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

લાખણીના કુવાણા ગામે ત્યજી દેવાયેલી બાળકીને તબીબોએ નવજીવન આપ્યું

જન્મમાં સમયે આંતરડા બહાર હોય ઠંડીમાં કોઈપણ કપડાં વગર કાંટાળી વાડમાં ફેંકી દીધી હતી : અમદાવાદમાં સફળ ઓપરેશન કરાયું

 

લાખણી તાલુકાના ગામે ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા ચકચાર મચી હતી. બાળકીને જન્મ આપનાર માતાએ બાળકીને કડકડતી ઠંડીમાં કોઈપણ કપડાં વગર કાંટાળી વાડમાં ફેંકી દીધી હતી. બાળકીનો જન્મ સમયે આંતરડા બહારના ભાગે હતા. જેનું સફળ ઓપરેશન કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને નવુ જીવન આપ્યું છે.

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના કૂવાણાં ગામે ગત ૯ જાન્યુઆરીએ ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. માતા દ્રારા કડકડતી ઠંડીમાં બાળકીને કાંટાળછ વાડમાં ફેંકી દેવામાં આવી હોવાથી સ્થાનિકોમાં માતા પ્રત્યે ભારે રોષની લાગણી પ્રવતી રહી છે. આસપાસના લોકોને ધ્યાને આવતા ગામના સરપંચને બાળકી સોંપાઈ અને આખરે સાંજે ૬ વાગતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવીહતી  કારણ કે બાળકીના આંતરડા પેટના ભાગે બહાર હતા. જેથી તેનું સફળ ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો કર્યુ હતુ.

  તબીબોની ભાષામાં કહેવાતી ગેસ્ટ્રોસ્કીશીસ નામની બિમારી આમતો ૧૦,૦૦૦ બાળકોએ માત્ર ૦૨ બાળકોને થતી હોય છે. અને ખુબ ઓછા બાળકો હોય છે જે જીવીત રહેતા હોય છે. પરંતુ આ ઓપરેશન સફળ રહ્યું છે અને ધ્વનિ હવે સ્વસ્થ છે

(12:38 am IST)