Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે થશે મુલાકાત : વિકાસના કાર્યોના મુદ્દાનો ઉકેલ લાવશું : ઘીના ઠામમાં ઘી ઢોળાયું : જીતુભાઇ વાઘાણી

કામ નહી થતું હોવાથી કદાચ તેમને અસંતોષ હોય પરંતુ તેમને મનાવી લેવામાં આવશે

વડોદરા : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે  ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છેબીજીતરફ પ્રદેશ ભાજપના સિનિયર નેતાઓ પણ કેતન ઇનામદારને મનાવવા પહોંચ્યા હતા 

  દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મોડી રાત્રે પત્રકાર પરિષદ સંબોધિ હતી. તેઓએ કહ્યું હતું કે કેતન ઇનામદારની સાથે કાલે મારી મુલાકાત થવાની છે. તેમનાં વિકાસનાં કાર્યોનાં જે મુદ્દાઓ છે તેનો ઉકેલ અમે લાવીશું. કેતન ઇનામદાર સાથે 3-4 વખત વાતચીત થઇ છે. કેતનભાઇ લાગણીશીલ ધારાસભ્ય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું જણાવ્યું હતું.

  તેમણે કહ્યું કે, કામ નહી થતું હોવાથી કદાચ તેમને અસંતોષ હોય પરંતુ તેમને મનાવી લેવામાં આવશે. તેઓ પણ જનતા માટે કામ કરી રહ્યા છે અમે પણ જનતા માટે કામ કરીએ છીએ. સંવેદનશીલ સરકાર છે. દરેકની સંવેદનાને ધ્યાનમાં રાખવામાં આવશે.

(12:04 am IST)