Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નરોડા પાટીયા કેસમાં સુપ્રિમ કોર્ટે ૪ દોષિતોને જામીન આપ્યા

૨૦૦૨ના અમદાવાદના નરોડા પાટીયા તોફાનના બનાવમાં ૪ દોષિતોને સુપ્રિમ કોર્ટે જામીન આપી દીધા છે : ૨૦૦૨માં અમદાવાદમાં થયેલા હુલ્લડોમાં ૯૭ લોકોની હત્યા કરવામાં આવી હતી : ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કરેલ અને બીજી બાજુ ભાજપાના પ્રધાન રહી ચૂકેલા માયાબેન કોડનાનીને પુરાવાના અભાવે છોડી મૂકયા હતા : જસ્ટીસ ખાનવિલકરની બેન્ચે ઉમેશભાઈ, રાજકુમાર, હર્ષદ અને પ્રકાશભાઈ રાઠોડ નામના ૪ દોષિતોને જામીન આપ્યા છે. આ સાથે સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ લોકોને દોષિત જાહેર કરૂ છું : ઉપરની અદાલતને સંદેહ છે તેમજ આ બનાવમાં ચર્ચાની શકયતા પણ છે તેથી તેમને જામીન પર છોડવામાં આવ્યા છે

(11:38 am IST)