Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સીલવાસામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં સાંસદને ધક્કો મારીને સુરક્ષાગાર્ડએ હટાવતા ચકચાર : વિડિઓ વાયરલ

 

સીલવાસામાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ હતો. ત્યારે લોકોની ભારે ભીડ જામી હતી. પ્રધાનમંત્રી સીલવાસા પહોંચીને લોકોનું અભિવાદન ઝીલી રહયા હતા. તેમજ આભાર વ્યકત કરી રહયા હતા.ત્યારે તેઓની સાથે દમણ દિવના પ્રશાસક પ્રફુલ્લભાઇ પટેલ પણ આભાર વ્યકત કરતાં આગળ વધી રહ્યા હતા. તેઓની સાથે સીલવાસા દાદરા નગર હવેલીના સાંસદ નટુભાઇ પટેલ પણ આગળ વધતા હતા. તે દરમિયાન પ્રધાનમંત્રીના સુરક્ષા ગાર્ડે તેઓને ધકકો મારી બાજુ પર કરી દેતાં હાજર સૌકોઇ જોઇને દંગ રહી ગયા હતા. જેની જાણ સમગ્ર વિસ્તારમાં થતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

(10:03 pm IST)