Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સુરતના સરથાણામાં નિર્માણાધીન બિલ્ડિંગનો લોખંડનો સળીયો માથે પડતા રાહદારી યુવાનનું ઘટનાસ્થળે મોત

ઘટનાનો વિડિઓ વાયરલ થતા પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

સુરતના સરથાણા વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગ પરથી લોખંડનો સળિયો રાહદારીના માથે પડતો હોવાનો સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. ગત 17 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં યુવકના મોતના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

     સુરતના સરથાણા વિસ્તારમાં એક બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે. દરમિયાન નજીકમાં રહેતો જગદીશસિંગ રાજપુત નામનો યુવક તેના મિત્રો સાથે ત્યાથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન નવનિર્મિત બિલ્ડિંગ પરથી એક લોંખડનો સળિયો પડયો હતો. જગદિશસિંગના માથાના ભાગે અચાનક સળિયો પડતા જ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

(12:57 am IST)