Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

' મિશન સાહસી ' :મહેસાણાની 600થી વધુ દીકરીઓએ લીધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

 

મહેસાણા: મહેસાણાની 600 કરતા વધુ દીકરીઓએ" મિશન સાહસી "અંતગર્ત સેલ્ફ ડિફેન્સની ટ્રેનિગ લીધી છે. આ ટ્રેનિગ બાદ દીકરીઓ જાતે જ પોતાની સુરક્ષા કરશે અને લુખ્ખા તત્વો તથા છેડતી કરતા રોમિયોને જાતે જ શબક શીખવાડશે.

    કેટલાક રોમીઓ સ્કૂલ કે, કોલેજ આગળ કે બસ સ્ટેન્ડમાં ઉભા રહીને દિકરીઓ, વિધાર્થીનીઓની છેડતી કરતા હોય છે. ત્યારે આવા રોમીઓને સબક શીખવાડવા તેમજ આ દીકરીઓ સ્વનિર્ભર થાય તે માટે મહેસાણા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતી 600 કરતા વધુ દીકરીઓને  ટ્રેનિગ આપવામાં આપવામાં આવી હતી.

(1:00 am IST)
  • કેન્દ્રીય નાણાં ખાતાનો વધારાનો હવાલો પિયુષ ગોયલને સોપાયો : હાલ અરુણ જેટલીની તબિયત ખરાબ હોવાના કારણે કેન્દ્ર સરકારે કર્યો નિર્ણય : જેટલી બન્યા હાલ ખાતા વગરના મંત્રી : આવતીકાલે અરુણ જેટલી તેમની સર્જરી માટે અમેરિકા - ન્યુયોર્ક ખાતે જઇ રહયાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે અને 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ પણ પિયુષ ગોયલ જ રજૂ કરશે તેવી અટકળો ચર્ચાય રહી છે. access_time 9:51 pm IST

  • રાજકોટ : મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો આપઘાત : BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા નીલ ઠક્કર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત,:વિદ્યાર્થીને 1 વર્ષ માટે ડિટેઇન કરતા હોસ્ટેલના રેક્ટરે રૂમ ખાલી કરવાનું કહેતા કર્યો આપઘાત : અમૂલ્ય સાહું નામના રેક્ટર એ રૂમ ખાલી કરવા કહ્યું હતું : ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત access_time 11:27 pm IST

  • રાજકોટ પોલીસ બેડામાં ચકચાર : ક્રાઇમબ્રાન્ચ PI એચ એમ ગઢવી અને SOGના આર કે જાડેજાની અચાનક બદલી : IBમાં મુકાયા access_time 11:38 pm IST