Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરુ

 

અમદાવાદ ;સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા રાજ્યના મુખ્ય રાજકીય પક્ષ વચ્ચે વાક્યુદ્ધ શરુ થયું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારની મનમાનીને કારણે પંચાયત કાઉન્સિલની બેઠક છેલ્લા 8 વર્ષથી મળી નથી તેવોમા આક્ષેપ કર્યો હતો અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ  વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ખોટા વાયદાઓ કરે છે અને વિધાનસભાની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર નક્કી છે.

(12:18 am IST)