Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજ્યના ફિક્સ વેતનદારોમાં ક્લાસ-૩ના કર્મચારીઓને પ્રમોશન અપાશે

પાંચ વર્ષ કે ત્રણ વર્ષ જેવા કાર્યકાળનો પણ સિનિયોરીટીની ગણવામાં સમાવેશ

અમદાવાદ :રાજ્ય સરકારના તમામ વિભાગો, જિલ્લાઓમાં ફિક્સ વેતનદારોમાં ક્લાસ-૩ના કર્મચારીઓને પ્રમોશન આપવા સામાન્ય વહિવટ વિભાગે આદેશ કર્યો છે.તેના માટે પ્રવરતા યાદીઓ તૈયાર કરી રહેતા વિભાગોને ફિક્સ વેતનદારોના પાંચ વર્ષ કે ત્રણ વર્ષ જેવા કાર્યકાળનો સિનિયોરીટીની ગણવામાં સમાવેશ કરવામાં આવશે. જેનો ઉલ્લેખ અજમાયસી કાર્યકાળ તરીકે થશે.

   સરકારી તંત્રમાં ઉપલી કેડરોમાં વ્યવસ્થા સંચાલન માટે સિનીયર કર્મચારીઓની અછત છે, આથી ફિડર કેડરોમાં પ્રમોશનની પ્રક્રિયા ફટાફટ પૂર્ણ કરવા પ્રવરતા યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે તેવુ જાણવા મળ્યુ હતું.

  સામાન્ય વહિવટ વિભાગમાં ઉપસચિવ ભરત ત્રિવેદીને સહિથી પ્રસિદ્ધ પગારથી નિમણૂંક મેળવનારા કર્મચારી સરકારી સેવામાં જોડાયા તે તારીખ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ મેરીટને ક્રમ અનુસાર પ્રવરતા એટલે સિનિયોરીટીક્રમ ગોઠવવા સુચનાઓ અપાઈ છે.

     નાણાં વિભાગની વર્ષ ૨૦૦૬ની ફિક્સવેતન નીતિ અન્વયે અને વર્ષ ૨૦૧૨ અથવા તે પહેલાની બેચમાં નિમણૂંક મેળવેલ હોવાથી તેમને કરારીય સમયગાળો પૂર્ણ થયો હોવાથી તેવા કર્મચારીની સાથે જેમનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો હોત તેમનો પણ પ્રવરતાક્રમ નક્કી કરીને વિભાગીય વડાઓને પ્રમોશન માટે દરખાસ્ત મોકલવાની રહેશે.

(11:22 pm IST)