Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સની ધરપકડઃ મુદ્દામાલ જપ્ત

અમદાવાદઃ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવાનો અમદાવાદમાં પર્દાફાશ કરીને પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના  પીએસઆઇ જે.કે.રાઠોડ ને મળેલી બાતમીના આધારે વસ્ત્રાલના તક્ષિશીલા રોડ પર આવેલી વૃંદાવન રેસીડન્સીના ડી-૧૦૩ નંબરના મકાનમાં એક વ્યકિત બિગ ટી ર૦ લીગની મેલબોર્ન અને એડિલેડ સ્ટ્રાઇકર્સની ટીમ વચ્ચે રમાઇ રહેલી મેચ પર સટ્ટો રમી રહ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઇ કાલે દરોડો પાડી વસંત કાનજીભાઇ ઠકકર નામની વ્યકિતને વૃંદાવન રેસિડન્સીમાંથી ઝડપી લીધી હતી.

પોલીસ તપાસમાં તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન લેપટોપ  અને ક્રિકેટના સટ્ટાના ભાવતાલ લખેલો ચોપડો મળી અવ્યો હતો વસંતની પુછપરછ કરતા ક્રિકેટ સટ્ટાનું કિટંગ મહેસાણામાં શ્રીજી તેમજ જલારામ વાપી અને સુરતના  મોબાઇલ નંબર ઉપર હોવાનું જણાવ્યું હતું.

હાલમાં ચાલી રહેલી મેલબોર્ન અને એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચેની મેચમાં ટીવીમાં જોઇને મોબાઇલ ફોનથી ઓવરના સેશન પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ટીવી મોબાઇલ ફોન સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

(7:47 pm IST)