Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી જાહેર:17મી ફેબ્રુઆરીએ મતદાન :19મીએ મતગણતરી

આજથી આચારસંહિતા લાગુ :3મી સુધીમાં ઉમેદવારી ભરી શકાશે :5મીએ ચકાસણી :2763 મતદાનમથકો ઉપર મતદાનની પ્રક્રિયા

અમદાવાદ :રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ 17મીએ મતદાન થશે જયારે 19મીએ મતગણતરી કરાશે રાજ્યના ચૂંટણી આયોગના કમિશ્નર વરેશ સિંહા અને સચિવ મહેશ જોષીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યની 75 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ મતદાન કરાવવામાં આવશે.મતગણતરીની તારીખ 19 ફેબ્રુઆરી જાહેર કરાઈ છે આ માટે આજ થી આચારસંહિતા લાગુ કરવાની જાહેરાત પણ પ્રેસકોન્ફર્ન્સમાં કરવામાં આવી હતી
  . ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીની જેમ જ આ પેટા ચૂંટણીમાં પણ નોટાનુ બટન હશે. વધુમાં 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યના 2763 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા કરાવવામાં આવશે.  રાજ્યના 15616 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે. નોંધનીય છે કે આ માટે 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરીને આપી દેવા પડશે. અને ઉમેદવારી પત્ર ચકાસવા 5 મી ફેબ્રુઆરી અને પરત લેવા માટે 6 ફેબ્રુઆરીની તારીખ નિર્ધારીત કરવામાં આવી છે.

નપા ચૂંટણી ચિત્ર........

કુલ વોર્ડની સંખ્યા......................................... ૫૨૯

કુલ બેઠકો.................................................. ૨૧૧૬

કુલ મતદારોની સંખ્યા....................... ૧૯,૭૬.૩૮૧

પુરુષ મતદારો.................................. ૧૦,૩૦,૩૩૪

સ્ત્રી મતદારો........................................ ૯,૪૬,૦૪૭

કુલ મતદાનમથકો...................................... ૨૭૬૩

સંવેદનશીલ મતદાનમથકો............................ ૫૩૦

અંતિસંવેદનશીલ મતદાન મથકો...................... ૯૫

ચૂંટણી અધિકારીઓની સંખ્યા............................ ૮૦

મદદનીશ ચૂંટણી અધિકારીઓની સંખ્યા............ ૮૦

પોલીંગ સ્ટાફની સંખ્યા............................ ૧૫,૬૧૬

(8:31 pm IST)