Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગાંધીનગર એલસીબીએ સે-28 જીઆઈડીસીમાં દરોડા પાડી બંધ ફેકટરીમાં ધમધમતું દારૂનું ગોડાઉન ઝડપ્યું

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા થોડા સમયથી દારૃના મોટા ગોડાઉન પકડાવાનો સિલસિલો પણ વધી રહયો છે ત્યારે ગાંધીનગર એલસીબીએ ગઈકાલે રાત્રે સે-ર૮ જીઆઈડીસીમાં દરોડો પાડીને બંધ ફેકટરીમાંથી વિદેશી દારૃનું મસમોટું ગોડાઉન ઝડપી લીધું હતું. પોલીસે રેડ કરી ત્યારે દારૃનું કટીંગ થઈ રહયું હતું. વિદેશી દારૃની ૧૭૫૩ બોટલો તેમજ વાહનો મળી કુલ ૧૨.૨૭ લાખના મુદ્દામાલ સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા અને વધુ તપાસ શરૃ કરી હતી.
રાજ્યમાં આમ તો દારૃબંધી છે પરંતુ વિવિધ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો પરપ્રાંતમાંથી ઘુસાડવામાં આવતો હોય છે.
ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણાં સમયથી પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટ દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી ગેરકાયદેસર રીતે દારૃનો વેપલો કરતાં બુટલેગરોને પકડવા માટે તાકીદ કરી હતી. દરમ્યાનમાં એલસીબીના પીએસઆઈ યુ.આર.નલવાયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોન્સ્ટે.જીતેન્દ્રસિંહ અને નરેશભાઈને બાતમી મળી હતી કે સે-ર૮ જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નં. ૫૦૮ની બંધ ફેકટરીમાં ફકીર મહંમદ સીંધીની મદદથી હરિયાણાનો અમીત ચોડસીંગ ચૌધરી કેટલાક વ્યક્તિઓની મદદથી વિદેશી દારૃ ઉતારી તેને અલગ અલગ વાહનોમાં મોકલે છે.

(5:49 pm IST)