Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અ'વાદ: વસ્ત્રાપુરમાં હિમાલયા મોલમાં ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડા

અમદાવાદ:વસ્ઊાપુરમાં હિમાલયા મોલમાં ચાલતા એક હુક્કાબાર પર વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડયો હતો. અહીંથી પોલીસે હુક્કાની જુદીજુદી ફ્લેવરો કબજે કરી હુક્કાબારના માલિક સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે તપાસ કરતા આ હુક્કાબારનો માલિક સોલા રોડ પર સુવાસ એપાર્ટમેન્ટમાં રહેતો રશ્મી દશરથભાઈ પટેલ (૩૮) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પુછપરછ કરતા આ હુક્કાબાર તેની માલિકીનો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તપાસ કરતા હુક્કાબારમાં કુલ ૪૫ બેઠકની વ્યવસ્થા હતી અને મધિય ભાગમાં કાઊન્ટર પર હુક્કા તથા તેની જુી જુદી ફ્લેવર પડેલી હતી. પટેલ પાસે પોલીસે હુક્કાનું મેનુ માંગતા તેણે મેનુ ન હોવાનું પરંતુ એક હુક્કાના રૃ. ૩૫૦ ફિક્સ રેટ હોવાનું જણાવ્યું હતું.

આમ રસ્ણી પટેલે હુક્કાબારમાં યુવકોને પ્રવેશ આપીને હુક્કાબારમાં હુક્કાનું સેવન કરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે તેની સામે સિગારેટ અને અન્ય તમાકુ ઊત્પાદન (વિજ્ઞાાપન નિષેધ) તેમજ વેપાર અને વાણિજ્ય ઊક્પાદન પુરવઢા અને વહેંચણી નિયંત્રણ (ગુજરાત સુધારો) ઘારો ૨૦૧૭ ની કલમ ૨૧ (એ) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:47 pm IST)