Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મોડાસા-ટીંટોઈ રેલવે લાઈન રૂટ બદલી જતા ગ્રામજનોમાં રોષની લાગણી

મોડાસા:મોડાસા-ટીંટોઈ રેલ લાઈન માટે અગાઉ મંજૂર કરાયેલા રુટને બદલે અન્ય રુટ ઉપર હાથ ધરાયેલ સર્વે કામગીરી બદલ રેલ્વે તંત્ર સામે પંથકમાં ભારે રોષ ફેલાયો છે. રેલ્વે અધિકારીઓ દ્વારા મનઘડત રીતે હાથ ધરાયેલ નવા રુટ સર્વેમાં તાલુકાનું નવા વાઘોડીયા ગામ નામશેષ થઈ જવાની ભીતીથી ત્રસ્ત ગ્રામજનો માં રેલ્વે તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. અને રેલ્વેના અધિકારીઓ સામે દેખાવો યોજયા હતા.
જયારે ગ્રામજનોની વહારે આવેલા જિલ્લાના સાંસદે ૨૩/૮/૨૦૧૭ ના રોજ હાથ ધરાયેલ સર્વે મુજબ જ કામગીરી હાથ ધરવા રેલ્વેના જનરલ મેનેજરને રજુઆત હાથ ધરી હતી. મોડાસા-ટીંટોઈ રેલ લાઈન વર્ષ ૨૦૦૧માં મંજુર કરાઈ હતી. આ રેલ લાઈન કયા રુટે લઈ જવી એ માટે વિભાગ દ્વારા ચાર રુટ સર્વે હાથ ધરાયા હતા. પરંતુ જાણે આ રેલ લાઈનને ગ્રહણ લાગ્યું હોય એમ તંત્રના અણધડ વહીવટથી વારંવાર ઉઠતા વિવાદો જાણે સમવાનું નામ જ  લેતા ન હોય એમ રેલ્વે તંત્રની રુટ બદલ નીતીથી વધુ એક વિવાદ સર્જાયો હતો.

 

(5:46 pm IST)