Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સ્વયંભૂ ''પદ્માવત''ફિલ્મ નહી બતાવવાના સિને માલિકોના નિર્ણયને આવકારું છું: નિતિનભાઈ પટેલ

સુપ્રીમના ચૂકાદાને કારણે ફિલ્મ રિલીઝ કરવી પડે તેવી સ્થિતી ત્યારે :૧૫ માર્ચ સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી અપાશે

ગાંધીનગરઃ આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિને લઈ તમામ ધારાસભ્યોએ હાજર રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ખેડૂતોને મળનારા સિંચાઈ માટેના પાણીથી લઈને 'પદ્માવત' વિવાદ અંગે વાતો કરી હતી. શ્રી નીતિનભાઈ પટેલે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને ૧૫ માર્ચ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. ગુજરાત સરકાર ખેડૂતો માટે કામ કરે છે. ં  તેમણે સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાત સરકારે ફિલ્મ 'પદ્માવત' રીલિઝ પર પ્રતિબંધ મુકયો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને કારણે ફિલ્મ રીલિઝ કરવી પડે એવી સ્થિતિ છે, ત્યારે સિનેમા માલિકોએ સ્વયંભૂ  'પદ્માવત' રીલિઝ ના કરવાના નિર્ણય સ્વીકારું છું.

(3:44 pm IST)