Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કરણી સેનાના વિરોધ પ્રદર્શનોથી બંધ થયેલ એસટી બસ વ્યવહાર પુનઃ શરૂ

બનાસકાંઠાના પાલનપુરમાં બે દિવસથી બંધ ST બસ સેવા ફરી શરૂ થઈ છે. પાલનપુર ST બસ સ્ટેન્ડ ઈન્ચાર્જે અમદાવાદ, સુંધામાતા, અંબાજી અને વડોદરા સહિતના રૂટ ચાલુ કરવાની મંજૂરી આપી છે. બે દિવસથી 100 એસટી બસ સેવા બંધ હોવાથી મુસાફરોએ હાલાકી વેઠવી પડી હતીઅમદાવાદમાં આજે વહેલી સવાર થી ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ૫૦૦ થી વધુ બસો બંધ રાખવામાં આવી હતી. જો કે બપોર બાદ તે બસો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. પણ લોકોનું કહેવું છે કે તોફાની તત્વો કયારેય ખાનગી બસો નથી સળગાવતા, હંમેશા સરકારી બસોને જ ટાર્ગેટ કરાય છે, આથી સામાન્ય પ્રજા ખૂબ જ તકલીફમાં મુકાય છે. કરણી સેના દ્વારા  પદ્માવત ફીલ્મનાં  વિરોધને લઈને મહેસાણા જિલ્લાના 11 ડેપોની એસટી બસ હજુ બંધ છે. ખાસ કરીને ઉંઝાથી પાટણ, અમદાવાદ, પાટણથી ચાણસ્મા, મહેસાણા અને અમદાવાદ રૂટની બસ બંધ છે. તો હારીજથી મહેસાણા-અમદાવાદ આવી રહેલી બસો પણ બંધ છે. આ સિવાય ખેરાલુથી વડનગર-વિસનગર અને મહેસાણા થઈને અમદાવાદ આવી રહેલી બસો બંધ છે. જો કે સેન્સેટિવ રૂટ પર પેટ્રોલિંગ બાદ બસ સેવા શરૂ થાય તેવી શકયતા છે.

(6:12 pm IST)