Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી, પ૮ ઉમેદવારો મેદાને

વડોદરા, તા. રર : આજે વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવી છે. આ ચૂંટણીમાં પ૮ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં રરપ૮ વકીલો મતદાન કરશે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ અને ત્રણ ઉપપ્રમુખના ચાર ઉમેદવાર માટે ચૂંટણી જંગ જામશે. મહત્‍વનું છે કે પ્રથમ વખત ચૂંટણીમાં બારકોડ સિસ્‍ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બારોડ દ્વારા મતદાન ઝડપી થશે અને મતદારનું નામ વોટર લિસ્‍ટમાં તેમનો સિરિયલ નંબર સહિતની તમામ બાબતો સ્‍પષ્‍ટ થશે.

જો કે આ વખતી પ્રથમ વખત ચૂંટણીમાં બારકોડ સિસ્‍ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી બારકોડ દ્વારા મતદાન ઝડપી થઇ શકે અને બારકોડ સિસ્‍ટમને કારણે મતદારનું નામ વોટર લિસ્‍ટમાં તેમનો સિરિયલ નંબર શુ છે કયાં ટેબલ પરથી બેલેટ પેપર મળશે તે સહિતની તમામ બાબતો સ્‍પષ્‍ટ થઇ શકે છે.

મતદાન ઝડપી થઇ શકે તે માટે પાંચ ટેબલ ગોઠવવામાં આવ્‍યા છે. વકીલ મંડળની યોજાનારી ચૂંટણીમાં મેનેજીંગ કમિટીની દસ બેઠક માટે ર૬ ઉમેદવારોએ અને મહિલા રિઝર્વની બે બેઠકો માટે આઠ મહિલા ધરાશાષાીઓએ ઉમેદવારી નોંધાવી છે. કુલ પ૮ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

(3:59 pm IST)