Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વધુ એક કસ્ટોડિયલ ડેથઃ પરિવારજનોએ હોબાળો મચાવ્યો

સામાન્ય ગુનામાં પોલીસે પકડેલ રીક્ષા ચાલકનું મોત

 અમદાવાદઃ કાલુપુરમાં રહેતા રીક્ષાચાલક ગફફારભાઇની પોલીસે સામાન્ય કલમ હેઠળ બે દિવસ પહેલા અટકાયત કરી હતી. અટકાયત બાદ ગફફારભાઇને કાલુપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગુરૂવારે સવારે ગફફારભાઇના મુત્યુ અંગે તેમના પરિવારજનોને પોલીસે જાણ કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવેલા તેમના પરિવારજનોએ પોલીસ સામે કસ્ટોડિય ડેથનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ મીડીયા સમક્ષ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ગેરકાયદેસર રીતે રિક્ષા ચાલક ગફફારભાઇને કસ્ટડીમાં રાખીને માર માર્યો હતો. તેમજ મોડી રાત્રે મોત થયું હોવા છતા પોલીસે પરિવારજનોને સવારે જાણ કરી હતી. ત્યારે પરિવારજનોએ ગફફારભાઇનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હહતો. તેમજ પોસ્ટમોર્ટમ રૂમની બાહર જ વિરોધ કર્યો હતો.

(3:29 pm IST)