Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નર્મદા ના માંગરોલથી વનવિભાગના પાંજરામાં 2 દીપડા ઝડપાયા: હજુ ત્રણ ખુલ્લા ફરતા હોવાની વાતએ લોકોમાં ફફળાટ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના વાવડી, કરાંઠા થરી  લાછરસ, રામપુરા માંગરોળ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ખેતરોમાં દીપડો દેખાતો હોવાનો ભય ખેડૂતોમાં ફેલાયો હતો, આ દીપડો કોઈ વાર બેની સંખ્યામાં કોઈ વાર ત્રણની સંખ્યામાં જોવા મળતા, ખતરોમાં તેના પગલાં પણ જોવા મળતા હતા.ત્યારે સ્થાનિક લોકોએ ગોરા રેન્જમાં ફરિયાદ કરતા ગોરા રેન્જ દ્વારા માંગરોળ ગામે મારણ મૂકી પાંજરા મુકવામાં આવ્યા હતા.

 ગત રાત્રે શિકારની શોધમાં બે દીપડા ની જોડ મારણ સમજી પિંજરામાં ખાવા જતા પાંજરે પુરાયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં પાંચ જેટલા દીપડા ફરતા  જોયા છે અને હાલ બે પુરાયા એટલે થોડી રાહત થઇ છે પરંતુ હજુ બીક લાગેતી હોય વનવિભાગે આ ઝડપાયેલા દીપડાને સુલપાણેશ્વર ના અભિયારણમાં હેમ ખેમ સુરક્ષિત જગ્યાએ ગીચ જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.

માંગરોળ ના સતીશભાઈ ધોબી એ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા હું અને મારા પત્ની સાથે સ્કૂટર લઈને રાજપીપળાથી માંગરોળ જતા હતા ત્યારે અમે સામે દીપડો રોડની સાઈડ પર ઉભેલો જોઈને ગભરાઈ ને સ્કૂટર વળાવી ભાગ્યા હતા. થોડો સમય સુરક્ષિત અવાર જવર વાળા વિસ્તારમાં ઉભા રહ્યા અને અમારી પાછળ કેટલાક લોકો બાઈકો લઈને આવતા જોઈ તેમને પૂછ્યું ત્યારે જતા રહ્યા હશે એવી વાત કરતા અમે ગભરાતા ગભરાતા માંગરોળ પહોંચ્યા હતા.લોકોએ જણાવ્યું હતું કે અહીંયા આ વિસ્તારમાં દીપડા ફરે છે. આજે  મોબાઈલમાં વિડીયો જોયો કે કેટલો ભયાનક હતો વેન વિભાગ દ્વારા  તાત્કાલિક પગલાં લઇ પિંજરામાં મુકતા આજે બે દીપડા ઝડપાયા લોકોને થોડી રાહાત થઇ છે.

(12:40 am IST)