Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજપીપલા કલેક્ટરાલય ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ કામગીરી નિહાળતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે રાજપીપલા કલેક્ટરાલયમાં કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC,મીડીયા સેન્ટરની તાજેતરમાં મુલાકાત લઇ આ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી હતી અને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું         નર્મદા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય અને જુદા-જુદા રાજકીય પક્ષો / ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ન્યુઝ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવતી જાહેરાતો સંદર્ભે ઓડીયો વિઝયુઅલ દ્વારા ન્યુઝ ચેનલોની સતત મોનીટરીંગની કામગીરી ઉપરાંત પેઇડ ન્યુઝ સંદર્ભે પણ મોનીટરીંગની કામગીરી ઉક્ત સેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. રાજકીય પક્ષોએ, ઉમેદવારોએ રેડીયો / ટેલીવિઝન/પ્રિન્ટ મિડિયામાં આવતી જાહેર ખબરો સંદર્ભે રાજ્ય અને જિલ્લાકક્ષાએ કાર્યરત ઉક્ત સમિતિઓ પૈકી સંબંધિત સમિતિઓ પાસેથી નિયત સમયમર્યાદામાં મંજૂરી મેળવવાની હોય છે. નર્મદા જિલ્લાના મિડિયા સેન્ટરના નોડલ અધિકારી,મિડિયા મોનીટરીંગ એન્ડ મિડિયા સર્ટીફિકેશન-MCMC નાં સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાને EMMC-MCMC ની કામગીરી અને તેની કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી હતી. તદ્ઉપરાંત  મિડિયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ આંકડાકીય વિગતોથી શ્રીમતી તેવતિયાને વાકેફ કર્યા હતા

(12:37 am IST)