Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

દરિયાપુર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને લખ્યો પત્ર :ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ

કૌશિક જૈન ધાકધમથી મતદાન કરાવતા હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો

અમદાવાદના દરિયાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને પત્ર લખી ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ કરી છે. કૌશિક જૈન ધાકધમથી મતદાન કરાવતા હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. ભાજપ અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગ્યાસુદ્દીને એક વીડિયો વાયરલ કરીને દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ આક્ષેપ કર્યા છે. ગ્યાસુદ્દીને આ અંગે એક વીડિયો પણ વાયરલ કર્યો છે

(10:27 pm IST)