Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

:થરાદ સભામાં ગૃહમંત્રી અમિતભાઈએ કહ્યું - શંકરભાઇને તમે ધારાસભ્ય બનાવો, મોટા માણસ બનાવવાનું કામ પાર્ટી કરશે

 ભૂમિ પૂજન પછી 2005 સુધી કોર્ટનો ચુકાદો આવ્યો ત્યા સુધી નર્મદા યોજના પાછળ ઠેલાતી ગઇ.

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે બનાસકાંઠાના થરાદમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અમિતભાઈ  શાહે થરાદના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી માટે પ્રચાર કરી જનસભાને સંબોધતા કહ્યુ કે, શંકરભાઇને તમે ધારાસભ્ય બનાવો, મોટા માણસ બનાવવાનું કામ આ પાર્ટી કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ગાંધી-નેહરૂ પરિવાર પર પ્રહાર કરતા સંબોધતા કહ્યુ કે, “નર્મદાનું ભૂમિ પૂજન જવાહરલાલ નેહરૂએ મારા જન્મ પહેલા કર્યુ હતુ, મને આજે 58 વર્ષ થયા. ભૂમિ પૂજન નેહરૂએ કર્યુ અને નામ સરદાર પટેલનું લખાઇ ગયુ. ગાંધી-નેહરૂ પરિવારે નર્મદા યોજનાને આગળ જ ના વધવા દીધી, ભૂમિ પૂજન પછી 2005 સુધી કોર્ટનો ચુકાદો આવ્યો ત્યા સુધી નર્મદા યોજના પાછળ ઠેલાતી ગઇ. કોર્ટનો ચુકાદો આવ્યો તે પછી પણ કોંગ્રેસીઓ માનતા નહતા, નરેન્દ્રભાઇએ આમરણ ઉપવાસની જાહેરાત કરી અને અમદાવાદમાં ઉપવાસ પર બેઠા અને દિલ્હીની સરકારે ઘૂંટણા ટેકવાની ફરજ પડીવધુમાં અમિત શાહે કહ્યુ કે, નરેન્દ્ર ભાઇ વડાપ્રધાન બન્યા તેના 15 દિવસમાં જ નર્મદાની ઉંચાઇ વધારવા માટે દરવાજા બેસાડવાની કામગીરી શરૂ થઇ ગઇ અને નર્મદાનું પાણી બનાસકાંઠા સુધી આવ્યું.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઇને પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યુ કે, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં મેઘા પાટકરને સાથે લઇને ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે. આ તે જ મેઘા પાટકર છે જેણે 20 વર્ષ સુધી નર્મદાનું પાણી બનાસકાંઠામાં પહોચવા ના દીધુ. આ કોંગ્રેસીઓ ક્યાય મળે તો પૂછજો મેઘા પાટકર જોડે પદયાત્રા કરીને અમારી જોડે મત લેવા આવો છો.

અમિતભાઈ  શાહે આ દરમિયાન સર્જિકલ સ્ટ્રાઇકને પણ યાદ કરી હતી અને સરહદી સુરક્ષા વિશે પણ જાણકારી આપી હતી. અમિત શાહે કહ્યુ કે, ઉરીના પુલવામામાં હુમલો કર્યો અને 10 દિવસમાં જ સર્જિકલ એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓનો ખુરદો બોલાવીને ભારતના જવાન પરત ફર્યા હતા. નરેન્દ્રભાઈ  મોદી સરકારે દુનિયાને આ સાથે જ સંદેશો આપ્યો કે, ભારતની સીમા અને ભારતની સેના તેની સાથે છેડખાની ના કરાય નહી તો સહન કરવુ પડે. નરેન્દ્રભાઈ  મોદી સરકારે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યુ છે. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, બનાસકાંઠાને કોંગ્રેસ પાર્ટીએ દાણચોરીનું કેન્દ્ર બનાવ્યું હતું, પાકિસ્તાનના લોકો દાણચોરોને ઘુસાડતા હતા, ભાજપની સરકારે સરહદો એવી બનાવી કે ચકલાએ પણ ત્યાથી અહી આવવુ હોય તો 10 વાર વિચાર કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, બનાસકાંઠાના ગામે ગામમાં 24 કલાક વિજળી પહોચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યુ છે. બનાસકાંઠાના ગામડામાં 85થી 89 વચ્ચે હું સ્કૂટર પર ફર્યો છું. પહેલા આઇસક્રિમની દુકાનો દેખાતી નહતી, લાઇટ જ નહતી તો ક્યાથી દેખાય. આજે દરેક ગામમાં દવાની દુકાન થઇ, આઇસક્રિમની દુકાનો પણ થઇ ગઇ. છોકરાઓ મોડી રાત સુધી ભણીને ડૉક્ટર-એન્જિનિયર બની રહ્યા છે.

અમિતભાઈ  શાહે રામ મંદિરને લઇને પણ નિવેદન આપ્યુ હતુ અને ક્યાર સુધી લોકો દર્શન કરી શકશે તેના વિશે પણ ખુલાસો કર્યો હતો. અમિત શાહે કહ્યુ કે, “બાબરે તોડ્યુ ત્યારથી લાખો લોકોએ પોતાની જાનનું બલિદાન આપ્યુ, કોંગ્રેસ પાર્ટીના શાસનમાં 70 વર્ષ સુધી કોર્ટમાં મામલો ગુંચવાયો, એમણે વોટ બેન્કની બીક લાગે, તમને ખબર છે કઇ વોટ બેન્ક છે મારે નામ લેવાની જરૂર નથી, અમે નથી ડરતા ભાઇ. અમે તો કહ્યુ હતુ કે રામ મંદિર બનશે ત્યારે રાહુલ ભાઇ કહેતા રામ મંદિર વહી બનાયેગે પણ તિથી નહી બતાયેગે. અમિતભાઈ  શાહે કહ્યુ કે, રાહુલ બાબા 1 જાન્યુઆરી 2024માં અયોધ્યાની ટિકિટ કરાવી દો, ગગનચુંબી રામ મંદિર ત્યાં બનીને ઉભુ હશે.”

(9:24 pm IST)