Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજ્યમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશે:ચૂંટણી મેદાનમાં સ્પર્ધા જેવું કઈ દેખાતું જ નથી: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ 

ધી સિન્થેટિક્સ એન્ડ રેયોન ટેકસ્ટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એસઆરટીઈપીસી)ના કાર્યક્રમ માટે સુરત આવી પહેચેલા કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને કોમર્સ મંત્રી પીયૂષ ગોયલે પત્રકાર પરિષદ સંબોધી

સુરત :ધી સિન્થેટિક્સ એન્ડ રેયોન ટેકસ્ટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એસઆરટી ઈપીસી)ના કાર્યક્રમ માટે સુરત આવી પહેચેલા કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને કોમર્સ મંત્રી પીયૂષ ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 1લી ડિસેમ્બરની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય સુરતથી શરૂ થઈને સમગ્ર પ્રદેશમાં ફેલાશે. ચૂંટણી મેદાનમાં સ્પર્ધા જેવું કઈ દેખાતું જ નથી. સુરતમાં આજની તેમની મુલાકાત દરમિયાન 117 ફ્લાય ઓવર બ્રિજમાંથી 20 થી 25 ફ્લાય ઓવર બ્રિજ જોયા છે જ્યાં કોઈ સ્પર્ધા જોઈ નથી આ સ્પર્ધા ફક્ત મીડિયામાં બયાનબાજી સુધી જ છે. સ્પર્ધા હાલમાં અલગ અલગ રાજ્યોમાં ફરે છે. ગુજરાતમાં આવવાનો પ્રશ્ન જ નથી. એમ તેમણે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું નામ લીધા વિના તીર તાક્યું હતું. વધુમાંપીયૂષ ગોયલે જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગત ટર્મ કરતા પણ વધુ માર્જિંગથી ભાજપનો વિજય થશે.

પીયૂષ ગોયલ તેમની સુરત મુલાકાત દરમિયાન સુરતીજનો પર આફરીન થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, સંવેદનશીલ ચરિત્ર એ જ સુરતની તાકાત છે. કિરણ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફની કામગીરીને વખાણી હતી. 75હજારથી વધુ દરદીઓની ફાઈવ સ્ટાર સુવિધા સાથે સેવા કરવી એ ફક્ત સુરતના કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન પાત્ર છે.

સમગ્ર વિશ્વમાં મંદી વચ્ચે અર્થવ્યવસ્થા લથડી હતી ત્યારે નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણ દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાની કમાન સંભાળવામાં આવી તેથી ભારતમાં વિશ્વની મંદીનો ભય ઓછો રહ્યો. મોંઘવારી, કોવિડ હજુ પુરો થયો નથી. યુદ્ધની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સુઝબુઝથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરવા દીધી નથી

(9:16 pm IST)