Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગમે તેટલી કોશિશ કરો તોય આ રોકેટ લોન્ચ થવાનું નથી :રાહુલ ગાંધી સામે સંબિત પાત્રાએ નિશાન સાધ્યું

 

---ભરતસિંહ સોલંકીએ અડધા ભાષણ બાદ ટ્રાન્સલેશન કરવાનું બંધ કરી દીધું હતું. જે વાતને લઈ સંબિત પાત્રાએ કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસને અને રાહુલ ગાંધીનું નેતૃત્ત્વને કોઈ સ્વીકારતા નથી

વિધાનસભા ચૂંટણી પ્રચારની ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી છે.દરેક પાર્ટીના વગદાર નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે.ત્યારે આજ રોજ ભાજપ ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત આવી પહોંચ્યા હતા.સંબિત પાત્રા દ્વારા મીડિયા સેન્ટરનું ઉદઘાટન બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી

સુરત આવી પહોંચેલા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધી સામે નિશાન સાંધતા કહ્યું હતું કે રાહુલ ગાંધી ગઈ કાલે સુરતમાં હતા,એનો વિડિયો જોઇ મને આશ્વર્ય થયું કે સભા દરમિયાન મંચ પર હાજર તેમના નેતાઓ જ તેમને સાંભળવા નતા માંગતા. રાહુલ ગાંધીની સભાનું ટ્રાન્સલેશન કરી રહેલા ભરતસિંહ સોલંકી એ અડધા ભાષણ બાદ ટ્રાન્સલેશન કરવાનું બંધ કરી દીધું હતું. જે વાતને લઈ સંબિત પાત્રા એ કહ્યું કે આ પરથી જ કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસનેઅને રાહુલ ગાંધીનું નેતૃત્ત્વને કોઈ સ્વીકારવા નથી માંગુ આ પરથી કહી શકાય કે કોંગ્રેસ કઈ અવસ્થામાં છે.

એટલું જ નહીં પરંતુ તેમણે રાહુલ ગાંધીને રોકેટ કહી સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને અનેકવાર લોન્ચ અને રિલોન્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ રોકેટમાં ફ્યુલ નથી તેનું ફ્યુલ પૂરું થઈ ગયું છે અને ગમે તેટલી કોશિશ કરો તોય આ રોકેટ લોન્ચ થવાનું નથી.

ગતરોજ મહુવામાં આયોજિત કોંગ્રેસની સભા દરમિયાન રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ કરેલા ભાષણને લઈ તેઓએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી કાયમ એકની એક ટેપ વગાડતા રહે છે કે આદિવાસીઓની જમીન છીનવાય રહી છે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે જોકે ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે તેમાં આદિવાસીઓનો ખૂબ મોટો ફાળો છે આદિવાસીઓની કોઈપણ જગ્યા સરકાર દ્વારા જબરજસ્તી લેવામાં આવી નથી પરંતુ આદિવાસીઓ ભાજપ સાથે જોડાઈ ગયા છે અને હવે તેનું પરિણામ દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કેભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા મીડિયા સેન્ટરનું ઉદઘાટન કરવા આજરોજ સુરત પહોંચ્યા હતા.ભાજપ ના આ મીડિયા રૂમમાં સુરત શહેરના વિકાસની વિવિધ ઝાંખીઓ દર્શાવવામાં આવી છે.

(9:01 pm IST)