Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઇન્સ્ટગ્રામ મારફતે પરિચય કેળવી ત્યક્તાને લગ્ન કરવાની લાલચ આપી મૈત્રી કરાર કર્યા બાદ વારંવાર દુષ્કર્મ આચર્યું

 જયને લગ્ન ક્યારે કરવા છે તેવું કહેતા તેને હવે કોઇ લગ્ન કરવાના થતા નથી તેમ કહી પોતાને તમાચા ઝીંકી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા:તેના અને પોતાના જન્મદિવસે તે બહારગામ લઇ જઇ ત્યાં શરીરસંબંધ બાંધતો

અમદાવાદ : એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં ઇન્સ્ટગ્રામ મારફતે પરિચયમાં આવ્યા બાદ ત્યક્તાને લગ્ન કરવાની લાલચ આપીને મૈત્રી કરાર કર્યા બાદ વારંવાર દુષ્કર્મ આચર્યાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. હાલ પોલીસે જય ઈશ્વરલાલ ભાલોડિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર ત્યક્તાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યું છે કે તેના અગાઉ બે લગ્ન થયા હતા. બંને સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા લઇ લીધા હતા. બંને લગ્ન થકી બે દીકરી છે અને હાલ પોતે માતા સાથે રહીએ છીએ. દરમિયાન ઇન્સ્ટગ્રામ મારફતે એક વર્ષ પહેલા જથ પટેલ સાથે સંપર્ક થયો હતો. આ પછી બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જેમાં તેણીએ પોતાની સંપૂર્ણ વિગત જણાવી હતી. જયે પણ તેની પત્ની સાથે મનમેળ ન હોય છૂટાછેડાનો કેસ ચાલતો હોવાની વાત કરી હતી. અને છૂટાછેડા થયા બાદ તે પોતાની સાથે લગ્ન કરશે તેમ કહી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

બાદમાં પોતે લગ્ન કરવાનું કહેતા જયે મૈત્રીકરાર કર્યા હતા. અને તે લગ્ન કરવા જ છે તેમ કહી પોતાની સાથે વારંવાર શરીરસંબંધ બાંધતો હતો. એટલું જ નહિ તેને લગ્નની વાત કરું તો તે ફિનાઇલ પી જવાની ધમકી દેતો હતો. અગાઉ જયના જન્મદિવસના દિવસે સોમનાથની હોટલ શરીર સબંધ બાંધ્યો હતો. દસ દિવસ પહેલા ફરી જયને લગ્ન ક્યારે કરવા છે તેવું કહેતા તેને હવે કોઇ લગ્ન કરવાના થતા નથી તેમ કહી પોતાને તમાચા ઝીંકી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા. તેના અને પોતાના જન્મદિવસે તે બહારગામ લઇ જઇ ત્યાં શરીરસંબંધ બાંધતો હતો.

ત્યારબાદ જય અને તેની માતા સાથે ઝઘડો થયો હતો. જેથી જયના પપ્પાએ તારે જવું હોય તો જતી રહે તેમ કહેતા પોતે માતાના ઘરે આવી ગઇ હતી. અને બાદમાં પણ જયને લગ્નનું કહેતા તેણે લગ્ન કરવા નથી તે સ્પષ્ટ કહી દીધું હતું. આમ પોતાને પત્ની તરીકે રાખવાનું વચન આપી શરીરસંબંધ બાંધી તરછોડી દીધી હતી. હાલ પીડિતાની આ ફરિયાદને આધારે યુનિ. પોલીસમાં ગુનો નોંધાયો છે. અને પોલીસે આરોપી જય પટેલને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(8:47 pm IST)