Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાજપે અપક્ષ ઉમેદવારી કરનારા વધુ 12 નેતાઓને સસ્પેંડ કર્યા

પાદરાના દિનુ ભાઈ પટેલ, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ,અરવલ્લીના ધવલસિંહ ઝાલા સહિતના સામે પાર્ટીએ શીસ્તનો કોરડો વીંઝ્યો

અમદાવાદ :  ભાજપે અપક્ષ ઉમેદવારી કરનારા વધુ 12 નેતાઓને સસ્પેંડ કર્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં ઉભી થયેલી નારાજગીને પગલે અનેક બેઠકો પર ભાજપના જ મોટા નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેને લઈને પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. પાર્ટીએ ડેમેજ કંટ્રોલ પણ શરૂ કર્યું હતું, જેમાં પણ કાંઈ ખાસ સફળતા મળી ન હતી. 

હાઇકમાન્ડ અને સિનિયર નેતાઓ દ્વારા સમજાવ્યા છતાં અપક્ષ ઉમેદવારી કરનારા બળવાખોર નેતાઓએ પોતાની ઉમેદવારી પછી ન ખેંચતા પ્રદેશ કક્ષાએથી હવે આવા નેતાઓ સામે કડક કાર્યવાહી  કરવામાં આવી છે. ભાજપે પહેલા 7 અને હવવે 12 બળવાખોર નેતાઓએ સસ્પેંડ કર્યા છે. જુઓ આ નેતાઓના નામી યાદી 

(8:37 pm IST)