Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઘરની ધોરાજી ઘરનો ઉમેદવાર”,“ભાઈ...કહેવત છે. પેલો સગો પાડોશી આપણો મત સ્થાનિકને..: ધોરાજીમાં પોસ્ટર યુદ્ધ શરૂ

- ધોરાજીમાં લાગેલા પોસ્ટરમાં લખાયું છે કે, “અડધી રાતનો હોકારો કોણ? એક જ જવાબ આપણો સ્થાનિક ઉમેદવાર

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ચૂંટણી જંગમાં તમામ ઉમેદવારોએ જીત મેળવવા માટે કમર કસી છે. ત્યારે ધોરાજીમાં પોસ્ટર યુદ્ધ છેડાયું છે. જેમાં ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્થાનિક ઉમેગવારોને મત આપવાની અપીલ કરાઈ છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ચૂંટણીને લગતાં પોસ્ટરો લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ જોવા મળી રહ્યું છે. ધોરાજીના કેટલાંક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં સ્થાનિક ઉમેદવારને મત આપવાની અપિલ કરાઈ છે.મહત્વનું છે કે ધોરાજીના સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, પોસ્ટ ઓફિસ સાથે જ આવેડા ચોક વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે. 

ધોરાજીમાં લાગેલા પોસ્ટરમાં લખાયું છે કે, “અડધી રાતનો હોકારો કોણ? એક જ જવાબ આપણો સ્થાનિક ઉમેદવાર”. અન્ય પોસ્ટરોમાં લખ્યું છે કે “આપણો ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર”, “ઘરની ધોરાજી ઘરનો ઉમેદવાર”, “ભાઈ...કહેવત છે. પેલો સગો પાડોશી આપણો મત સ્થાનિક ને..”. ત્યારે આ પોસ્ટર યુદ્ધને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ થોડા મહિના પહેલા ધોરાજીમાં પોસ્ટર યુદ્ધ છેડાયુ હતું. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લગડા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જોકે હાલમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચૂંટણીનો બહિષ્કાર કરતાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જેમાં સ્થાનિકો દ્વારા ચૂંટણીને બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવી છે. જ્યારે કેટલાંક સ્થાનિકોએ નેતાઓને પ્રચાર અર્થે નહિં આવવાના પણ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ પોસ્ટર વોરની કેટલી અસર થાય છે

(8:21 pm IST)