Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુ મામા)નું બરોડા ડેરીના ચેરમેનપદેથી રાજીનામુ

દિનેશ પટેલના રાજીનામા બાદ તાલુકા પંચાયતના 16 સભ્‍યોના ભાજપમાંથી રાજીનામા

વડોદરાઃ પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલે બરોડા ડેરીના ચેરમેનપદેથી રાજીનામુ આપ્‍યા બાદ ભાજપના 16 તાલુકા પંચાયતના સભ્‍યોએ રાજીનામા ધરી દીધા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા પાદરાના નારાજ દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવારી હતી. ત્યારબાદ તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. જેના કારણે રાજકારણ ગરમાયુ છે.

પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ વિધાનસભાની ચૂંટણી અપક્ષમાં લડતાં હોવાથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી લડતો હોવ ત્યારે ડેરીનું સંચાલન માટે સમય ન ફાળવી શકાય એટલે દિનુ મામાએ રાજીનામું આપ્યું છે. 

પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ જણાવ્યું હતું કે, કોઈના ડરાવવાથી રાજીનામું નહિ આપ્યું, હું કોઈનાથી ડરતો નથી. ડેરીના નિયામક મંડળ એ હજી સુધી રાજીનામું સ્વીકાર્યું નથી. દિનુ મામા ચૂંટણી પહેલાં પાળ બાંધી રહ્યા છે. 

દિનેશ પટેલના રાજીનામા બાદ અનેક રાજીનામા પડ્યા

દિનેશ પટેલના રાજીનામા બાદ પાદરા વિધાનસભા બેઠક પર વધુ એક ભંગાણ થયું હતું. ભાજપ શાસિત તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પક્ષને રાજીનામા આપ્યા. દિનેશ પટેલના ભાજપમાંથી રાજીનામાં બાદ તાલુકા પંચાયત તૂટી હતી. તાલુકા પંચાયતના 16 સભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા હતા. તમામ લોકોએ દિનેશ પટેલને સમર્થન કરીને રાજીનામું આપ્યું હતું. 

પાટીલના પ્રયાસ છતા દિનુ મામા માન્યા ન નહિ

વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ નીવડ્યુ હતું. એકસાથે બે દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા વડોદરાનું રાજકારણ ગરમાયુ હતું. જેથી સીઆર પાટીલ વડોદરા દોડી આવ્યા હતા. તેઓએ નારાજ મધુ શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ બોલાવ્યાં હતા. વડોદરા એરપોર્ટ પર મધુ શ્રીવાસ્તવ અને સીઆર પાટીલ વચ્ચે બેઠક થઈ હતી. સવા કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્તવ માન્યા ન હતા. ભાજપનાં નારાજ ત્રણ નેતાઓ પૈકી માત્ર સતીશ નિશાળિયા માન્યા હતા.પરંતું મધુ શ્રીવાસ્તવ અને દિનુમામાને મનાવવામાં ભાજપના નેતાઓ નિષ્ફળ ગયા હતા. જેના બાદ મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બંનેએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું. સીઆર પાટીલનાં પ્રયાસ છતાં મધુ અને મામા માન્યા ન હતા. 

શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભર્યું 

પાદરા બેઠક પર દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનેશ પટેલે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. દિનેશ પટેલે હજારોની ભીડ ભેગી કરી હતી. દિનેશ પટેલ ઘોડે સવાર થઈ નીકળ્યા હતા. શક્તિ પ્રદર્શન રેલીમાં પાલિકા-તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. 

(5:53 pm IST)