Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ડભોઇના કોંગ્રેસી ઉમેદવાર બાલકૃષ્‍ણ પટેલ પ્રચારમાં લોકોને રૂપિયા આપતા હોય તેવો વીડિયો વાયરલ થતા વિવાદમાં ફસાયા

ભાયલી ગામે પ્રચારમાં ગયેલાનો વીડિયો વાયરલ થતા કાર્યવાહી થઇ શકે

ગાંધીનગરઃ ડભોઇ કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં લોકોને રૂપિયા આપતો વીડિયો વાયરલ થયો છે જેથી બાલકૃષ્‍ણ પટેલ વિવાદમાં ફસાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારના અનેક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડભોઈ કોંગ્રેસના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવારે લોકોને પૈસા આપતો હોવાની વાત સામે આવી છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ડભોઇ કોંગ્રેસના ઉમેદવારનો પૈસા આપતો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

ભાયલી ગામે પ્રચારમાં ગયેલા બાલકૃષ્ણ પટેલે લોકોને પૈસા આપ્યા છે. જોકે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતાં કોગ્રેસના ઉમેદવાર વિવાદમાં ફસાયા છે. પૈસા આપતા વીડિયોને લઈને બાલકૃષ્ણ પટેલ પર મોટી કાર્યવાહી થઈ શકે છે. 

(5:53 pm IST)