Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ત્રણ ત્રણ હત્‍યાઓ, ધાડ, લૂંટના ત્રણ વર્ષથી વોન્‍ટેડ ૨ આરોપી ઝડપાયા

કિરીટભાઇ ઠક્કરની બાતમી આધારે ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા, ઝુંબેશ રંગ લાવી રહી છેઃ સુરત પોલીસ કમિશ્‍નર અજયકુમાર તોમરની રણનીતિનો એડી સીપી શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ એસીપી ભાવેશ રોજિયાં ટીમ ચુસ્‍તાથી અમલ કરે છે

રાજકોટ,તા.૨૨:આગામી વિધાનસભા ચંૂટણીમાં સુરતમાં ખૂબ રસાકસી જેઓ માહોલ હોય અને આવી સ્‍પર્ધાનો અસામાજીક તત્‍વો ઉઠાવે નહિ તે માટે સતત જાગૃત એવા પોલીસ કમિશ્‍નર અજય કુમાર તોમર દ્વારા સ્‍થાનિક પોલિસને એલર્ટ કરવા સાથે ક્રાઇમ બ્રાન્‍ચના એડી. સી. પી.  શરદ  સિઘલ, ડીસીપી રૂપલ સોલંકી અને એટીએસનો બહોળો અનુભવ ધરાવતા એસીપી ભાવેશ રોજિયા સાથે તાકીદની બેઠક કરી ફરારી ગુનેગાર સુરતના હોય કે અન્‍ય શહેરના સુરતમાં ન ઘૂસે તેવી તાકીદ કરવાના પગલે સમગ્ર ક્રાઇમ બ્રાન્‍ચ એલર્ટ મોડમાં આવી ગય છે, અને તેમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.

અંકલેશ્વરમાં ત્રણ ત્રણ હત્‍યા કરવા સાથે ધાડ, લૂંટ જેવા ગુન્‍હામાં સામેલ હોવા છતાં ત્રણ ત્રણ વર્ષથી ફરારી ગુનેગાર ક્રાઇમ બ્રાન્‍ચના ખૂબ જાગૃત એવા કિરીટભાઇ ઠક્કરની બાતમી આધારે પીઆઇ તથા  સ્‍ટાફે ઝડપી લીધા છે. પોલીસ આવા આરોપીઓ વિરૂધ્‍ધ સતત બાતમી મેળવતી હતી. એને વિવિધ શંકાસ્‍પદ વાહનો સતત ચેકિંગ કરતી હતી.

દરમ્‍યાન સ્‍કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે વેડ દરવાજા  પાસેથી(૧) વિકાસ ઉર્ફે ટકો એસ/ઓ નાગુસીંગ ચૌહાણ ઉ.વ.૨૧, ધંધોઃ- નોકરી રહે- મકાન નં:- ૩૨, ગોસાઇસી નગર, દેવજીભાઇના મકાનમાં, શ્‍યામવાડીની સામે, ધનમોરા, વેડ રોડ, કતારગામ સુરત મુળવતનઃ જલોડીયા પાર્ક ગામ, દેપાલપુર,  થાનાઃ  દેપાલપુર જિલ્લાઃ- ઉજ્જૈન મધ્‍યપ્રદેશ (૨) મહેન્‍દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માયા ઉર્ફે મનીયો એસ/ઓ હરીભાઇ ભીલારે ઉ.વ.૨૫, ધંધોઃ-નોકરી રહે. મકાન નં.બી-૪૪, આનંદપાર્ક સોસાયટી, અખંડ આનંદ કોલેજની સામે, વેડરોડ, સુરત મુળ વતનઃ- કળંબોશીગામ પોસ્‍ટ -અટોને, તા. સુધાગર,જીલ્લોઃ-રાયગઢ મહારાષ્‍ટ્રને ઝડપી પાડેલ છે. જેઓ નીચે મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓ છે.

ગત તા. ૧૭/૦૯/૨૦૧૯ ની રાત્રે  અંકલેશ્વર ઉંટીયાદરા ગામની સીમમાં પી.જી.ગ્‍લાસ નામની બંધ કંપનીમાં અજાણ્‍યા ધાડપાડુ ટોળકીએ પ્રાણધાતક હથિયારો સાથે કંપનીના ૬ જેટલા સિકયુરીટી ગાર્ડસ પર હુમલો કરી આંતક મચાવ્‍યો હતો આ હુમલામાં કંપનીના ૩ સિકયુરીટી ગાર્ડસ નાઓનું મૃત્‍યુ નીપજેલ હતું. આ સમગ્ર બનાવ અનુસંધાને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ખુન સાથે ધાડનો ગુનો દાખલ  થયેલ હતો. હાલના આરોપીઓ આજદીન સુધી નાસતા ફરતા હતા.

(4:11 pm IST)