Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મેકિસમસ ઈન્‍ટરનેશનલનું પ્રભાવશાળી પ્રદર્શન

(કેતન ખત્રી), અમદાવાદ,તા.૨૨: ગુજરાત સ્‍થિત મેકિસમસ ઈન્‍ટરનેશનલ લિમિટેડ (MIL)એ તેના હિતધારકોની અપેક્ષા કરતા પણ અનેક ગણું વધારે સારૂ પરફોર્મ કરીને નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂા.૫૦.૯૮ કરોડનું ટર્નઓવર નોંધાવ્‍યું છે. ગયા વર્ષના આ જ ગાળાના કંપનીના ટર્ન ઓવર કરતા આ વર્ષનું ટર્ન ઓવર લગભગ ૫૦ ટકા જેટલું વધારે છે.

કંપનીના ચીફ ફાયનાન્‍શિયલ ઓફિસર શ્રી મિલિંદ જોષીએ કંપનીના પ્રદર્શન વિષે વાત કરતા જણાવ્‍યું ‘અમે નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (૧ એપ્રિલ ૨૦૨૨-૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨) માટે નિર્ધારિત કરેલા રેવન્‍યુ ટાર્ગેટ કરતા પણ વધારે આવક મેળવી છે.'વિસ્‍તારે વાત કરતા કંપનીના મેનેજિંગ ડિરેકટર દિપક રાવલે જણાવ્‍યું, ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ સંતોષજનક રહ્યું છે. પહેલા ત્રિમાસિક ગાળાની ખાસ વાત એ છે કે કંપનીએ તેના ઓપરેટિંગ માર્જિનમાં વર્ષના પહેલા છ મહિનાની સરખામણીએ ૪૦૦ બેઝિસ પોઈન્‍ટનો વધારો કર્યો છે. આ કારણે કંપનીના નેટ માર્જિનમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે.

(4:10 pm IST)