Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

હેડવે બિઝનેસ સોલ્‍યુશન્‍સ દ્વારા જવેલરી વ્‍યવસાયનો સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવ

(કેતન  ખત્રી), અમદાવાદ,તા.૨૨: અમદાવાદના હેડવે બિઝનેસ સોલ્‍યુશન્‍સ દ્વારા તેઓના અસોસિયેટ સભ્‍યો માટે સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવનું આયોજન કર્યું છે જે ગ્રાહકોને જ્‍વેલરીની ખરીદી માટે પ્રોત્‍સાહિત કરે છે જેમાં ગ્રાહકોને માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની જ્‍વેલરીની ખરીદી પર ટાટા હેરિયર કાર, હોન્‍ડા અમેઝ કાર, અલ્‍ટો કાર, આઇફોન ૧૪, એન્‍ફિલ્‍ડ બુલેટ, ઇલેક્‍ટ્રિક એક્‍ટિવા જેવા ૧ કરોડ થી વધુની કિંમતની ૯૯૯૯ પ્રોત્‍સાહિત ભેટ ડ્રો ના માધ્‍યમથી આપવમા આવશે.

જેના સંબંધિત તમામ વિગતો વેબસાઇટ www.headway.guru પર જાહેર કરવામાં આવી છે. તેમજ ગ્રાહકો ૮૨૩૮૮૮૦૯૧૬ ટોલ ફ્રી નંબર પર કોલ દ્વારા તમામ માહિતી સરળતાથી મેળવી શકે છે.આ ઉત્‍સવ ૨૬મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૨થી શરૂ થયો હતો અને ૩૬ સભ્‍યો વચ્‍ચે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

ગ્રાહકોને આ ઉત્‍સવ દ્વારા માત્ર જ્‍વેલરી જ નહિ પરંતુ ઝવેરાત સાથે કોઈ હજારો પ્રોત્‍સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્‍યો છે. આ ઉત્‍સવ ૨૫મી ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી ચાલશે અને ૫,૬,૭ અને ૮મી જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ અમદાવાદમાં અગ્રણીઓની આગેવાની હેઠળ જન મેદનીની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્‍સાહિત ભેટ જાહેર કરવામાં આવશે.

(3:29 pm IST)