Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચૂંટણી પહેલા વડોદરા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો: 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

શૈલેષ મહેતા પ્રચારમાં નિકળ્યા ત્યાં કેસરિયો ધારણ કર્યો :ડભોઇ કોંગ્રેસમાં એક બાદ એક મોટા ઝટકા લાગ્યા

વડોદરા : ગુજરાત વિધાનસભા ચૂંટણીમા 10 દિવસ પૂર્વે વડોદરા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જેમાં 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. જેમાં શૈલેષ મહેતા પ્રચારમાં નિકળ્યા ત્યાં કેસરિયો ધારણ કર્યો હતો. જ્યારે ડભોઇ કોંગ્રેસમાં એક બાદ એક મોટા ઝટકા લાગ્યા છે. જ્યારે ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. તેમજ સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે ભગવો ધારણ કર્યો છે.જેમાં બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના 500 યુવકોએ કેસરિયો ધારણ કર્યો છે. જેમાં શૈલેષ મહેતાએ મેધા પાટકર સામે પ્રતિક્રિયા આપી હતી. મેધા પાટકર આદિવાસી સમાજને ગેર માર્ગે દોરી રહ્યાં હોવાની વાત કરી છે. તેમજ કહ્યું કે,કોંગ્રેસના સાશનમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા નથી મળતી.

(12:43 am IST)